VIDEO: ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ 'નમસ્તે' કરીને કર્યું જર્મન કાઉન્સિલરનું સ્વાગત

કોરોના સંકટે આર્થિકની સાથે સાથે સામાજિક રીતિ રિવાજોમાં પણ ફેરફાર કરાવી દીધા છે. હવે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી મોટી હસ્તીઓ હાથ મિલાવવાની જગ્યાએ એકબીજાનું નમસ્તે કરીને અભિવાદન કરતી જોવા મળે છે. 

VIDEO: ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ 'નમસ્તે' કરીને કર્યું જર્મન કાઉન્સિલરનું સ્વાગત

નવી દિલ્હી: કોરોના સંકટે (Corona Crisis) આર્થિકની સાથે સાથે સામાજિક રીતિ રિવાજોમાં પણ ફેરફાર કરાવી દીધા છે. હવે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી મોટી હસ્તીઓ હાથ મિલાવવાની જગ્યાએ એકબીજાનું નમસ્તે કરીને અભિવાદન કરતી જોવા મળે છે. પશ્ચિમી દેશોમાં નમસ્તે કલ્ચર વધી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel) નું નમસ્તે કરીને જે રીતે અભિવાદન કર્યું તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલનું નમસ્તે (Namaste) કરીને સ્વાગત કરતા જોવા મળે છે. આ વીડિયો (Video) ને ઈન્ડિયન ડિપ્લોમસીએ ટ્વિટર પર શેર કર કરતા કહ્યું કે નમસ્તે જ નવું હેલો છે. 

French President @EmmanuelMacron meets German Chancellor Angela Merkel the Indian way 🙏 https://t.co/Bqal8fSoHu

— Indian Diplomacy (@IndianDiplomacy) August 21, 2020

આ અગાઉ પણ કોરોના વાયરસના પ્રકોપને જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને બુધવારે સ્પેનના રાજા અને રાણીનું નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું. ઈમેન્યુઅલે નમસ્તે કરીને જ બંનેનું સ્વાગત કર્યું હતું. તેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. 

અત્રે જણાવવાનું કે કોરોનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવેલો છે. દુનિયામાં કોરોનાના કુલ દર્દીઓ 2 કરોડ 28 લાખની ઉપર છે. જેમાંથી લગભગ 8 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલ દુનિયામાં 65 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news